ॐ ॐ ॐ નાદ ધરતી પર વાગે છે,
ॐ ॐ ॐ ॐમકાર ગાજે છે.
ॐ નાદનો આભાસ મને જાગે છે,
ॐનો સ્વીકાર તો મનમાં લાગે છે.
ધરતી પાવન તો સહુને લાગે છે,
એના પ્રેમનો રણકાર મને તો મળે છે.
ઉજ્જવળ આદેશ મને તો સંભળાય છે,
ॐની સૃષ્ટિ ॐમાં જ મળે છે.
વીર્યતાના નાજ ધરતીમાં ગુંજે છે,
પ્રભુ તારા સંદેશ તો હરપળ મળે છે.
- ડો. હીરા