શાંતિ, શાંતિ, શાંતિ, આ તો કેવી શાંતિ.
મનની સ્થિરતા, મનની પ્રભાવતામાં આ કેવી શાંતિ.
અદૈવ્યતા, આશ્ચર્ય અનુભૂતિ, એવી આ શાંતિ.
મનની કોમળતા, મનની વિશાળતાની આ શાંતિ.
પ્રભુ તારા પ્રેમની આ શાંતિ, પ્રભુ તારા નામની આ શાંતિ.
સ્વતંત્ર મનની વિશાળતાની શાંતિ, મનની પ્રેરણાની આ શાંતિ.
મન ચંચળતાના અંતરની આ શાંતિ, તારાં દર્શનની અનુભૂતિની શાંતિ.
સ્વરના નાદમાં ઉમંગની શાંતિ, તારી ભાષામાં મારા આશની સમાપ્તિની શાંતિ.
- ડો. હીરા