હરિ મુખ જોવા, હરિ મુખ જોવા, દિલ તો તલસે છે;
હરિ ગુણ ગાવા, હરિ ગુણ ગાવા, દિલ તો માગે છે;
હરિ મનમાં રહેવા, હરિ મનમાં રહેવા, દિલ તો ચાહે છે;
હરિ પ્રેમ કરવા, હરિ પ્રેમ કરવા, દિલ તો નાચે છે;
હરિ રસ પીવા, હરિ રસ પીવા, દિલ તો શોભે છે;
હરિ દિલ જીતવા, હરિ દિલ જીતવા, દિલ તો જાગે છે;
હરિ જ્ઞાન પામવા, હરિ જ્ઞાન પામવા, દિલ તો માગે છે;
હરિમાં સમાવવા, હરિમાં સમાવવા, દિલ તો દોડે છે;
હરિ દ્વાર પહોંચવા, હરિ દ્વાર પહોંચવા, દિલ તો આવે છે.
- ડો. હીરા