દેહદર્શન તો સહુકોઈ કરે છે,
અંતરનાં દર્શન તો કોઈક જ કરે છે.
મનદર્શન તો સહુકોઈ કરે છે,
પોતાની જાતનું પ્રદર્શન તો કોઈક જ કરે છે.
માગણીઓનાં લક્ષણ તો હરકોઈ રાખે છે,
પ્રેમનું વર્તન તો કોઈક જ કરે છે.
આદરની ચાહ તો હરકોઈ દર્શાવે છે,
આદર તો કોઈક જ દર્શાવે છે.
રક્ષણની કૃપા તો હરકોઈ ચાહે છે,
પ્રેમની સુરક્ષા તો કોઈને જ મળે છે.
મનની મીઠાશ તો હરકોઈ ચાહે છે,
દિલની વિશાળતા તો કોઈ જ રાખે છે.
પ્રભુને મળવાની લાલસા તો સહુકોઈ રાખે છે,
પ્રભુપ્રેમ તો કોઈક જ કરે છે.
- ડો. હીરા