ઊંચનીચના બંધન તોડ્યાં તમે,
ગેરપણનાં દ્વાર તોડ્યાં તમે,
જાતપાતના વિવાદો ભાંગ્યા તમે,
સ્વાદ-અસ્વાદના રસથી ઉપર ઉઠાવ્યા તમે,
જ્ઞાન-અજ્ઞાનના ઘમંડ તોડ્યા તમે,
જડતા-પ્રજાડતાથી ઉપર ઉઠાવ્યા તમે,
સમજ-અસમજનાં કર્મોથી ઉપર ઉઠાવ્યા તમે,
પ્રેમ-સપ્રેમના બંધનમાં તો બાંધ્યા તમે.
- ડો. હીરા