પ્રભુ તારા દર્શનની પ્યાસ, મને જગાડે છે;
પ્રભુ તારા પ્રેમની પ્યાસ, મને તડપાવે છે;
પ્રભુ તારા મિલનના દ્વાર, મને લલચાવે છે;
પ્રભુ તારા સોચની પહેચાન, મને બધું વીસરાવે છે;
પ્રભુ તારા હૈયાનું વહાલ, મને બધું આપે છે;
પ્રભુ તારા સોચની ચાલ, મને બધું કરાવે છે;
પ્રભુ તારી વાતોની આશ, મને રમાડે છે;
પ્રભુ તારા અંતરની વાત, મને તો તારી બનાવે છે.
- ડો. હીરા