જીવનનું હૃદય શું છે, એ તમને ખબર છે?
જીવની સૃષ્ટિ શું છે, એ તમને ખબર છે?
તર્પણ કોનું થાય છે, એ તમને ખબર છે?
જીતવું શું છે, એ તમને ખબર છે?
જીવનનું હૃદય, પ્રેમ છે, એના વગર ના કોઈ જીવિત છે.
જીવની સૃષ્ટિ તો પરમાત્મા છે, એના વગર ના જીવ છે.
તર્પણ અંધકારનું થાય છે, એના વગર ના કોઈ મંઝિલ છે.
જીત વિકારો પાર થાય છે, એના વગર તો જીવન મરણનો ખેલ છે.
આ પ્રશ્નો કેમ થાય છે, એ શું તમને ખબર છે?
તમને પોતાની જાતની ઓળખાણ થાય, એ જ તો વાણીનું સત્ય છે.
- ડો. હીરા