પ્રભુ ભક્તિ વગર જીવનમાં બીજું કાંઈ નથી;
પ્રભુ કૃપા વગર જીવનમાં બીજી કોઈ સફળતા નથી;
પ્રભુ દર્શન વગર જીવનમાં બીજું કોઈ દ્રશ્ય નથી;
પ્રભુ પ્રેમ વગર જીવનમાં કોઈ તૃપ્તિ નથી;
પ્રભુ મિલન વગર જીવનમાં કોઈ સંબંધ નથી;
પ્રભુ આજ્ઞા વગર બીજો કોઈ વૈરાગ્ય નથી;
પ્રભુ હસ્તી વગર બીજી કોઈ જ હસ્તી નથી;
પ્રભુ મસ્તી વગર જીવનમાં બીજું કોઈ આનંદ નથી;
પ્રભુ જીવન પછી બીજું કોઈ જીવન જ નથી.
- ડો. હીરા