સોચ નથી બદલાતી, વર્ષો વીતે છે;
કર્મો નથી ભૂંસાતા, જન્મો લાગે છે;
વિચારો નથી છૂટતા, સાધના માગે છે;
ઇચ્છા નથી ખૂટતી, સમર્પણ માગે છે;
વિશ્વાસ નથી આવતો, એકાંત માગે છે;
વૈરાગ્ય નથી જાગતો, તડપ લાગે છે;
પ્રભુ દર્શન નથી થાતા, જીજ્ઞાસા લાગે છે;
પ્રભુ મિલન નથી થાતું, પ્રેમ માગે છે;
લોકો નથી અપનાવતા, મોટું હૈયું માગે છે;
આજ્ઞાનું નથી પાલન થાતું, ઓળખાણ ખુદની ખતમ માગે છે.
મન શાંત નથી થાતું, સરળતા એ તો માગે છે.
- ડો. હીરા