મનમાં શાંતિ છે કે તું મારા અંતરમાં છે;
મનમાં એક સુકૂન છે કે તું હાજરાહજુર છે;
મનમાં એક જોશ છે કે તું જ બધું કરાવે છે;
મનમાં એક યકીન છે કે તું જ સર્વ પ્રથમ મારા ધ્યાનમાં છે;
મનમાં એક આરામ છે કે તું મારામાં જાગૃત છે;
મનમાં એક ઝૂનૂન છે કે તું જ તો મારી અંદર છે;
મનમાં એક કોમળતા છે કે તું વિશ્વાસ મારામાં જગાડે છે;
મનમાં એ અનુભવ છે કે તું જ હર વક્ત સાથે ને સાથે છે;
મનમાં એક દ્રઢતા છે કે તું જ પ્રેમમાં રહી મારામાં વસે છે.
- ડો. હીરા