શરમની વાત છે કે લોકોમાં પરિવર્તન આવતું જ નથી;
દર્દનાક આ હાલત છે કે લોકોને તો બદલાવું જ નથી;
હર હાલમાં પોતાનો જ ફાયદો જોવો છે;
હર હાલમાં પોતાનો જ વિચાર કરવો છે;
નાલાયકીની હદ પાર કરે છે;
પોતાની ફિતરતને તો એ ઘુમાવે છે;
હર હાલમાં બીજાને જજ કરતા રહી જાય છે;
પ્રભુની રાહે ચાલતા માનવીને પણ એ વીસરી જાય છે;
આવા ઇન્સાનોની કમી નથી આ જગમાં;
આવા ગૈરોની જરૂર નથી મારા જીવનમાં.
- ડો. હીરા