હાલેદિલની તમન્ના એવી હતી, એની મુલાકાતની ઇંતેજારી હતી;
હાલે ગમની તો શોકસભા હતી, કે ઝૂનૂનની તો મહેફિલ હતી;
ફરમાઈશ પ્રેમની તો એવી હતી, કે પ્રેમને પ્રેમની હૂંફ હતી;
સમયની તો રુખસત હતી, સમયથી પરે એ તો મહેફિલ હતી;
હાલેદિલની એવી હાલત હતી, કે પ્રભુ તારા ચરણમાં અનોખી શાયરી હતી;
ઇરાદા બધા નેક હતા, એની જ બંદગીની તો મુસાફરી હતી;
હાલેદિલની એવી તમન્ના હતી, પ્રભુની ઈબાદતની તો ફોરમ હતી.
- ડો. હીરા