ભાવોની પરિભાષા સમજાતી નથી,
અંતરની વાણી તો છેતરતી નથી,
પ્રભુની કૃપા તો ખૂટતી નથી,
વૈરાગ્યની સીમા તો બદલાતી નથી,
ઇચ્છાઓના નાચ તો આરામ આપતા નથી,
વિચારોની અભિલાષા પૂરી થાતી નથી,
કેદ કરેલા માનવીથી આનંદ મહેસૂસ થાતો નથી,
પ્રભુની અનુભૂતિ વગર શાંતિ પમાતી નથી.
- ડો. હીરા