મારા વિચારો જ મને શાંતિ આપે છે,
મારી જ ઇચ્છા મને તૃપ્તિ આપે છે,
એવું આ માનવી સમજે છે અને કરે છે,
પોતાની જ જાતને છેતરે છે.
અને પછી બીજાને પણ અનુકૂળ એવો બનાવે છે,
આવું જ આ જગમાં થાય છે અને થતું આવ્યું છે.
એવી જ આ ભ્રમણમાં ધનની પાછળ દોડે છે,
આવી જ આ સોચમાં એ ભ્રમિત થાય છે.
મનની ચંચળતા હરાય છે અને ભાવો ફેલાય છે,
જ્યારે પ્રભુનો સંગાથ મળે છે અને ઇચ્છાઓ તૃપ્ત થાય છે,
પ્રભુ વગર કાંઈ મળતું નથી, પ્રભુ વગર કાંઈ પમાતું નથી.
- ડો. હીરા