સ્થિરતા પ્રદાન કરો પ્રભુ તમારામાં, સ્થિરતા પ્રદાન કરો;
મનના વિચારો બદલો પ્રભુ, તમારા વિચારોમાં રમાડો પ્રભુ;
ચંચળતા મારી હરો પ્રભુ, મન તમારામાં સ્થિર કરો પ્રભુ;
વૈરાગ્ય જગાડો પ્રભુ, તમારા જ હર રૂપમાં રમાડો પ્રભુ;
વિશ્વાસ જગાડો પ્રભુ, તમારી દિવ્ય ધારામાં વિશ્વાસ જગાડો પ્રભુ;
પ્રેમમાં રમાડો પ્રભુ, તમારા અદ્દભુત પ્રેમમાં મને સમાવો પ્રભુ;
ધ્યાન તમારું કરાવો પ્રભુ, સતત તમારી યાદમાં રમાડો પ્રભુ;
તમારી બનાવો પ્રભુ, તમારી વિશાળતામાં સંવારો પ્રભુ;
અનુરૂપ બનાવો પ્રભુ, તમારા જેવી બનાવો પ્રભુ.
- ડો. હીરા