જ્યાં લઈ જાવ, ત્યાં મારે જાવું છે;
જ્યાં મળી જાવ, ત્યાં મારે તો આવવું છે;
જ્યાં ભક્તોમાં ખોવાઈ જાવ, ત્યાં મારે તો રહેવું છે;
જ્યાં અમરતામાં રમી જાવ, ત્યાં મારે તો વીસરવું છે;
જ્યાં આરાધનામાં ખોવાઈ જાવ, ત્યાં મારે જીતવું છે;
જ્યાં મારામાં ઊતરી જાવ, ત્યાં મારે તો શોધવું છે;
જ્યાં આદતમાં મને ભૂલી જાવ, એ આદત તો શીખવી છે;
જ્યાં શાયરીમાં આનંદ લઈ જાવ, ત્યાં મારે પીવું છે;
જ્યાં ખામોશીમાં લૂંટાઈ જાવ, ત્યાં મારે વારંવાર આવવું છે.
- ડો. હીરા