જ્યાં ધડ઼કન- ધડ઼કનથી બોલે છે, તો બોલવાનું શું રહ્યું,
જ્યાં પ્રેમ-પ્રેમને પોકારે છે, ત્યાં બોલવાનું શું બાકી રહ્યું,
જ્યાં નયનો એકબીજાથી વાત કેરે છે, ત્યાં બોલવાનું શું રહ્યું,
જ્યાં અંતરમાં શાંતિ ઊતરી છે, ત્યાં બોલવાનું શું બાકી રહ્યું,
જ્યાં વિચારો બધાં શાંત છે, ત્યાં બોલવાનું શું બાકી રહ્યું,
જ્યાં ઈંતેજારની પળો બેકરાર છે, ત્યાં બોલવાનું શું બાકી રહ્યું,
જ્યાં ગુમનામ આ દિલની ચાહ છે, ત્યા બોલવાનું શું બાકી રહ્યું,
જ્યાં ગુમનામ આ દિલની ચાહ છે, ત્યાં બોલવાનું શું બાકી રહ્યું,
જ્યાં દિવ્યતાભર્યો અહેસાસ છે , ત્યાં બોલવાનું શું બાકી રહ્યું,
જ્યાં બાહોંમાં એનો પ્યાર છે, ત્યાં બોલવાનું શું બાકી રહ્યું,
જ્યાં પ્રીતમાં એકરૂપ મિલન છે, ત્યાં બોલવાનું શું બાકી રહ્યું.
- ડો. હીરા