કોઈ શું કરે છે અને કોઈ શું નથી કરતું,
એનાથી શું ફરક પડ઼ે છે?
કોઈ આવકારે છે કે કોઈ ધિક્કાર છે,
એનાથી શું ફરક પડ઼ે છે?
અગર ફરક પડ઼ે છે, તો અંતરમાં ઊતર્યા નથી,
અગર ફરક નથી પડ઼તો, તો પોતાની જાત સાથે ઓળખાણ છે.
તરાજવું આપણા હાથમાં છે, માપદડં આપણા હાથમાં છે,
દર્પણમાં પોતાનું પ્રતિબિંબ પોતે જોવાનું છે, મંઝિલની પહેચાન પોતે જ કરવાની છે.
શું કોઈ આપણને દર્પણ બતાડશે, એનો સ્વીકાર આપણે કરીશું નહીં,
શું કોઈ આપણને સુધારશે, એ આપણને મંજૂર નથી.
પરિવર્તનની અગર ચાહ છે, તો પોતાની ઓળખાણ જરૂરી છે,
પ્રેમની અગર જાણ છે, તો મંઝિલ સામે જ ઊભી છે.
- ડો. હીરા