જ્યાં અંતરમાં દુવિધા છે, ત્યાં સાચી રાહ પકડાતી નથી,
જ્યાં જીવનમાં લાચારી છે, ત્યાં સાચો નિર્ણય લેવાતો નથી.
જ્યાં ચાલવામાં સંકોચ છે, ત્યાં આગળ વધાતું નથી,
જ્યાં મંઝિલની હજી ખબર નથી, ત્યાં જીવનનો અહેસાસ થયો નથી.
જ્યાં હજી પ્રેમનો નશો છાયો નથી, ત્યાં માયા હજી ત્યજાતી નથી,
જ્યાં વિશ્વાસમાં કમી છે, ત્યાં સમર્પણ જાગતું નથી.
જ્યાં બોલબાલામાં ફસાઈએ છીએ, ત્યાં સત્યની ઓળખાણ નથી,
જ્યાં પ્રભુ દર્શન માટે ન કોઈ તડ઼પ છે, ત્યાં સંસારનો મોહ છૂટ્યો નથી.
જ્યાં જીવનમાં હજી સંઘર્ષ છે, ત્યાં જીવન જીવતા આવડતું નથી,
જ્યાં હરિ નામ લેતા મન દોડે છે, ત્યાં હરિ હજી હૃદયમાં વસ્યા નથી.
- ડો. હીરા