શું મળ્યું પ્રેમ કરીને? એક આનંદની પરાકાષ્ઠા,
શું મળ્યું પ્રભુને પૂજીને? એક વિશ્વાસનો આકાર.
શું મળ્યું એમ-ને-એમ કરીને? એક જવાબદારીનો અહેસાસ,
શું મળ્યું અંતરમાં ઊતરીને? એક પોતાની ઓળખાણ.
શું મળ્યું જીવન જીવીને? એક મંઝિલની તલાશ,
શું મળ્યું ભજન-કિર્તન કરીને? એક દીવાનગીનો અહેસાસ.
શું મળ્યું વિચારોને શાંત કરીને? એક પ્રભુનો એકરાર,
શું મળ્યું શાંત થઈને? એક સાચા–ખોટાની પહેચાન.
શું મળ્યું સેવા કરીને? એક કૃતજ્ઞતાનો કદર કરનારો,
શું મળ્યું પ્રભુને પુકારીને? એક આત્માનો સંગાથ.
- ડો. હીરા