સોનું હોય તો તપાવવું પડે, પ્રેમ હોય તો નિભાવવો પડે,
સ્વાર્થ હોય તો દેખાડવું પડે, અને જીવન હોય તો ચાલવું પડે,
જ્ઞાન હોય તો જગાડવું પડે, વિજ્ઞાન હોય તો શિખવાડવું પડે,
નિષ્ઠા હોય તો પામવું પડે, વિશ્વાસ હોય તો ચાલવું પડે,
ધર્મ હોય તો સહન કરવું પડે, અધર્મ હોય તો ખોવું પડે,
જન્મ હોય તો મરવું પડે, અને કર્મ હોય તો બાંધવું પડે,
આસક્તિ હોય તો છોડવી પડે, બુદ્ધિ હોય તો ચલાવવી પડે,
ધૈર્ય હોય તો રાખવું પડે, સમજણ હોય તો ચૂપ રહેવું પડે,
આનંદ હોય તો માણવો પડે, ઓમકાર હોય તો અંતરમુખી થવું પડે.
- ડો. હીરા