સમયના પરિવર્તન મુજબ ચાલવું પડ઼ે છે,
એકાંતમાં અંતરમાં ઊતરવું પડ઼ે છે.
વિશ્વાસથી જીવન વ્યતિત કરવું પડે છે,
ધ્યાનમાં રહી ખૂદની ઓળખાણ કરવી પડે છે.
આવવાવાળો સમય ખરાબ છે, એવું લોકો કહે છે,
યુગ પરિવર્તન તો અંતરની સોચમાં છે.
જે ધર્મ પર ચાલે છે, ત્યાં જ સતયુગ છે,
અને જે અધર્મને આચરે છે, ત્યાં જ કળયુગ છે.
વિશ્વ આખાની સોચ, એ યુગને બદલાવે છે,
અને ઈશ્વરની ખોજ જ સતયુગ સ્થાપે છે.
- ડો. હીરા