ધ્યાનથી જોશો તો મારું સ્વરૂપ કોઈ છે જ નહીં,
નજદિકથી જોશો તો મારો આકાર કોઈ છે જ નહીં,
સ્વયંને જોશો તો મારાથી દૂર કોઈ છે જ નહીં,
જીવનને જોશો તો મારી લીલાથી કોઈ વંચિત છે જ નહીં,
તકેદારીથી જોશો તો કોઈ ગફલતમાં છે જ નહીં,
પ્રેમથી જોશો તો મારા સિવાય બીજું કોઈ છે નહીં,
નાઉમીદથી જોશો તો દુઃખ સિવાય બીજું કાંઈ છે જ નહીં,
અને આનંદથી જોશો તો દુનિયામાં રૌનક સિવાય બીજું કાંઈ છે જ નહીં,
વિશ્વાસથી જોશો તો નિર્મળ આનંદ સિવાય બીજું કાંઈ છે જ નહીં,
અંતરની ઓળખાણથી જોશો તો સ્વયં સિવાય જગમાં કાંઈ છે જ નહીં.
- ડો. હીરા