સમયની રફતારની કોઈ ઘડ઼ી નથી,
પ્રેમની બુનિયાદનો કોઈ વજૂદ જ નથી,
ગુરુના આશીર્વાદની કોઈ સીમા નથી,
મેઘના મલ્હારમાં કોઈ જાગૃત નથી,
વિશ્વાસની સીમામાં કોઈ બંદીશ નથી,
ચક્રવ્યૂહના ખેલમાં કોઈ આઝાદ નથી,
ગહરાઈના માપમાં કોઈ જતું નથી,
ઈશ્વરની કૃપાની કોઈને ખબર નથી,
અંતરના ઊંડાણમાં કોઈ ઊતરતું નથી,
પ્રકૃતિના જોરમાં કોઈ શોર નથી,
આનંદની ઊર્મિમાં કોઈ બદનામ નથી.
- ડો. હીરા