જે ડરે છે, તે તો મરે છે,
જે હસે છે, તેના તો ઘર વસે છે.
જે કરે છે, તે તો પામે છે,
જે ફસે છે, તે તો ખાલી રડ઼ે છે.
જે માને છે, તે તો ચાલે છે,
જે રોકાય છે, તે તો ખાલી અટકે છે.
જે ધીરજ રાખે છે, તે સમજે છે,
જે અધીર બને છે, તે વેડફે છે.
જે શાંત રહે છે, તે આનંદિત રહે છે,
જે ક્રોધ કરે છે, એ જનમ-મરણના ફેરા પાછા ફરે છે.
- ડો. હીરા