સમય સરી જશે તો બાજી હાથમાંથી લસરી જશે,
પ્રેમને ભૂલી જશે તો તોફાન જીવનમાં આવી જશે,
અજ્ઞાનતાને જ્ઞાન સમજી બેસશે તો મૂર્ખતાભર્યા વ્યવહાર કરશે,
અભિમાનમાં જો રાચ્યા કરશે, તો ઓળખાણ પોતાની વિસરી જશે,
સંઘર્ષ જીવનમાં જો કઠીન લાગશે, તો બલિદાન અઘરું લાગશે,
દુઃખોથી ગભરાઈ જાશે, તો સરળતા જીવનમાં ક્યાંથી રહેશે,
ઝગમગાતી દુનિયાની પાછળ ભાગશે, તો જીવનમાં એકલો પડી જશે,
હાસ્ય જીવનમાં ભૂલી જશે, તો જીવન નિષ્ફળ બની જાશે,
આજ્ઞાનું પાલન જીવનમાં ત્યજી દેશે, તો વિકારોમાં ડૂબી જાશે,
ઘડ઼પણની તેયારી ના કરશે, તો અફસોસ જીવનમાં રહી જાશે.
- ડો. હીરા