શું તને આ જન્મમાં પુણ્ય પ્રાપ્ત થશે, શું આ જન્મમાં કર્મો બંધાશે?
હજારો પ્રશ્નો જીવનમાં ઊઠે છે અને હજારો શંકાઓ ઊભી થાય છે.
શું જીવનમાં સંઘર્ષ આવશે અને શું જીવનમાં બંધનોને છોડ઼વા પડશે?
આવા અટપટા સવાલો હૃદયમાં ઊઠે છે અને પરેશાન કરે છે.
શું ધનદૌલત વગર જીવન જીવાશે, શું ઘડપણમાં તબિયત સારી રહેશે?
આવા ડર અંતરમાં જાગે છે અને એકલતા ગભરાવે છે.
શું ભવિષ્યમાં મન બરોબર હશે, શું ભવિષ્ય ઊજળું હશે?
આવી અસ્થિરતા મનને હલાવે છે અને આજના સમયને બરબાદ કરે છે.
આનો ઉકેલ ખાલી તારી પાસ છે, આમાં શાંતિ તું જ આપી શકે,
જ્યાં વિશ્વાસ પૂર્ણ જાગે છે, ત્યાં બધું જ આસાન બને છે.
જ્યાં સમર્પણ પૂર્ણ બને છે, ત્યાં આપોઆપ બધું થાય છે,
અને જ્યાં આનંદમાં જીવ રમે છે, ત્યાં પ્રશ્નો બધા પૂરા થાય છે.
- ડો. હીરા