ઋતુ બદલાય છે અને જીવન કાળ બદલાય છે,
ઉમર વિતતી જાય છે અને સમજણશક્તિ ઓછી થતી જાય છે.
સાથીઓ બદલાય છે અને નવા સંગાથી બનતા જાય છે,
જીવનની કાળરેખામાં અનેક સંજોગો બદલાય છે.
પરિવર્તન જ જીવનનો નિયમ છે અને સ્થિરતા જીવનનો ક્રમ છે,
પરિવર્તનમાં સ્થિર રહેવું એ જ સાધના છે અને એમાં અડ્ગ રહેવું તોજ મંઝિલ પ્રાપ્ત થાય છે.
ધ્યાનમાં પણ બેધ્યાન થવાય છે અને વિચારોમાં પણ બદલાવ આવે છે,
બાળપણથી ઘડ઼પણ આવે છે અને શરીરમાં પણ બદલાવ આવે છે.
જીવનમાં મંઝિલ બદલાય છે અને મરણમાં પ્રાર્થના બદલાય છે,
આ રીતથી જીવ પણ વસ્ત્ર બદલે છે અને કર્મોના ખેલ પણ બદલાય છે.
- ડો. હીરા