શનિદેવ પ્રસન્ન થશે તો સુઃખ સંપતિ પ્રદાન કરશે,
મંગળ ગ્રહ હટી જશે તો જીવનમાં અવરોધો ખતમ થશે.
રાહુ-કેતુની મારામારી થંબી જાશે તો અનુકૂળ વાતાવરણ ઊભું થાશે,
ગુરુની કૃપા જો વરસી જાશે તો માનસન્માન મળી જાશે.
સાડેસાતી જો લાગી જાશે તો સત્યાનાશ નિકળી જાશે,
સર્પદોષ જો જીવનમાં હશે, તો જીવનમાં વિષ ઘોળાઈ જાશે.
શુક્ર જો રૂઠી જાશે તો બીમારી આવી જાશે,
અને મકર રાશીમાં ચંદ્ર-સૂરજ આવી જાશે તો પતન થઈ જાશે.
આવું તો અનેક જ્યોતિષીઓ કહે છે, આમ જ તો એ ડરાવે છે,
પુરુષાર્થ જ્યાં આપણો છે, કર્મો જ્યાં આપણા છે, તો પછી ગ્રહો શું કરશે.
મનમાં જ્યાં મક્કમતા છે, પ્રભુનો જ્યાં સાથ છે, ત્યાં આ મહાદશા શું કરશે,
કુંડલી અને કુંડલિનીમાં એટલો જ ફરક છે કે એક ડરાવે છે અને એક જગાડે છે,
બાકી બધું તો પ્રભુના હાથમાં છે અને વિશ્વાસ આપણા હાથમાં છે.
- ડો. હીરા