એક રીત પ્રભુની છે અને એક રીત માનવીની છે,
બેઉની રીત જ્યારે મળે છે ત્યારે આગળ વધાય છે.
જ્યારે માનવી વિપરીત ચાલે છે, ત્યારે સંઘર્ષ ઊભો થાય છે,
થાય તો એ છે જે પ્રભુ ચાહે છે, ખાલી રસ્તો કઠીન થાય છે.
પણ જ્યારે પ્રભુની પ્રીત જાગે છે, ત્યારે એની રીત સોહામણી લાગે છે,
ત્યારે પ્રભુની રીત પ્રમાણે આપોઆપ ચલાય છે ત્યારે બધું પમાય છે.
આંદોલનો તો માનવી ઊભા કરે છે, એની ચાહતોના, એના પ્રેમના,
સુખ દુઃખ એ ઊભા કરે છે, એની અસક્તિઓ, એની પરિસ્થિતીના.
ગેરસમજ જ્યાં દૂર થાય છે, ત્યારે માનવીને સત્ય સમજાય છે,
પરબ્રહ્મની ચાહ જાગતા જ એને પ્રભુની મંઝિલ પમાય છે.
- ડો. હીરા