સૃષ્ટિનો નિયમ એ છે કે મનુષ્ય એ નિયમ પ્રમાણે ચાલશે,
પ્રભુનો નિયમ એ છે કે એ ભક્ત પ્રમાણે ચાલશે,
મનુષ્યનો નિયમ એ છે કે એ સ્વાર્થ પ્રમાણે ચાલશે,
પ્રાણીઓનો નિયમ એ છે કે એ ભૂખ પ્રમાણે ચાલશે,
સંતોનો નિયમ એ છે કે એ કરુણા પ્રમાણે ચાલશે,
શિક્ષકનો નિયમ એ છે કે એ સિદ્ધાંત પ્રમાણે ચાલશે,
પ્રેમનો નિયમ એ છે કે એ ખાલી ભાવ પ્રમાણે ચાલશે,
વિશ્વાસનો નિયમ એ છે કે એ ઈંતેજાર પ્રમાણે ચાલશે,
દર્પણનો નિયમ એ છે કે એ અંતરને જરૂર બદલાવશે.
- ડો. હીરા