ઊંચી કોટીના સંત એ છે જે પોતાનું અસ્તિત્વ ભુલાવી ચૂક્યા છે,
ઊંચી કોટીના મહાત્મા એ છે જે પોતાની ઈચ્છા ત્યજી ચૂક્યા છે.
ઊંચી કોટીના ઋષિ એ છે જે જગત કલ્યાણનો આવિષ્કાર કરે છે,
ઊંચી કોટીના દેવતા એ છે જે સૃષ્ટિને નિઃસ્વાર્થ ભાવથી ચલાવે છે.
ઊંચી કોટીના મુનિઓ એ છે જે સર્વને બ્રહ્મનું જ્ઞાન આપે છે,
ઊંચી કોટીનો યજ્ઞ એ છે જે બધાના જીવન પાવન કરે છે.
ઊંચી કોટીના આચાર્ય એ છે જે સાચી સમજણ આપે છે,
ઊંચી કોટીના વિદ્યાર્થી એ છે જે ગુરુના ઈશારે ચાલે છે.
ઊંચી કોટીના માનવી એ છે જે બીજાનું વિચાર કરે છે,
ઊંચી કોટીના ભક્ત એ છે જે પ્રભુમાં પોતાને જોવે છે.
- ડો. હીરા
ūṁcī kōṭīnā saṁta ē chē jē pōtānuṁ astitva bhulāvī cūkyā chē,
ūṁcī kōṭīnā mahātmā ē chē jē pōtānī īcchā tyajī cūkyā chē.
ūṁcī kōṭīnā r̥ṣi ē chē jē jagata kalyāṇanō āviṣkāra karē chē,
ūṁcī kōṭīnā dēvatā ē chē jē sr̥ṣṭinē niḥsvārtha bhāvathī calāvē chē.
ūṁcī kōṭīnā muniō ē chē jē sarvanē brahmanuṁ jñāna āpē chē,
ūṁcī kōṭīnō yajña ē chē jē badhānā jīvana pāvana karē chē.
ūṁcī kōṭīnā ācārya ē chē jē sācī samajaṇa āpē chē,
ūṁcī kōṭīnā vidyārthī ē chē jē gurunā īśārē cālē chē.
ūṁcī kōṭīnā mānavī ē chē jē bījānuṁ vicāra karē chē,
ūṁcī kōṭīnā bhakta ē chē jē prabhumāṁ pōtānē jōvē chē.
|
|