હથિયાર ત્યાગવાથી અહિંસક નથી બનાતું,
બધાને પોતાના માનવાથી પ્રેમી નથી બનાતું,
ક્રુરતા છોડ઼વાથી કાંઈ ઉપકારી નથી બનાતું,
ઈચ્છા છોડ઼વાથી કાંઈ નિઃસ્વાર્થી નથી બનાતું,
ધીરજ રાખવાથી કાંઈ ગંભીર નથી બનાતું,
પ્રભુને પ્રાર્થના કરવાથી કાંઈ પ્રભુપ્રિય નથી બનાતું,
ક્રોધ અને અભિમાન ત્યજવાથી કોઈ વૈરાગી નથી બનતું,
ધાર્યું કરવાથી કાંઈ સૃષ્ટિ નથી બદલાતી,
કોઈને પોતાના કહેવાથી એ પોતાના નથી બનતા.
- ડો. હીરા