દેશ માટે જે લડે છે તે વફાદાર છે,
પ્રેમ માટે જે બલિદાન આપે છે તે નિઃસ્વાર્થ છે.
જ્ઞાન માટે જે ભટકે છે તે પુરુષાર્થિ છે,
જીવન માટે જે ઝઝૂમવા તૈયાર છે તે જીવનથી મુક્ત છે.
પ્રભુ માટે જે તડ઼પે છે તે સાધક છે,
વિશ્વ માટે જે કરે છે તે કલ્યાણકારી છે.
અંતરમાં જે મરે છે તે તો યોગી છે,
વીરતામાં જે મરે છે તે તો શહિદ છે.
પોતાના માટે જે કરે છે તે તો સ્વાર્થી છે,
સંઘર્ષમાં જે સમતા જાળવે છે એ જ તો સાચો રાહી છે.
- ડો. હીરા