દવાદારૂ કરવાથી લોકો કંઈ સારા નથી થતા,
વિચારો બદલવાથી લોકો સારા થાય છે.
ડૉક્ટર પાસે જવાથી લોકો મરીઝ નથી બનતા,
પોતાને બીમાર સમજવાથી લોકો મરીઝ બને છે.
અત્યંત ઉપાધિ ઝીલીને લોકો કર્મો નથી બાળતા,
ઉપાધિથી સીખીને કર્મો બળે છે.
દાન-ધર્મ કરવાથી લોકો પ્રભુ નથી પામતા,
પ્રભુને પ્રેમ કરવાથી જ પ્રભુ પમાય છે.
શાસ્ત્રો વાંચવાથી કંઈ લોકો જ્ઞાની નથી થતા,
શાસ્ત્રોના ગૂઢાર્થ સમજીને જ્ઞાની થવાય છે.
પ્રેમ મળવાથી કંઈ પ્રેમી નથી બનતા,
પ્રેમમાં પોતાની જાતને ભૂલવાથી પ્રેમી બનાય છે.
- ડો. હીરા