‘રાજરાજેશ્વરી સિદ્ધઅંબિકા માતાની જય’, એવું લોકો કહે છે;
શું સાચે જ લોકો એવું માને છે?
પ્રેમથી લોકો આવા અત્યંત નારા લગાડે છે;
શું સાચે જ લોકો પ્રેમ કરે છે?
પ્રેમ અને માન આપનારા લોકોની ચાલ અલગ જ હોય છે;
આડંબરમાં જ લોકો આવું કરે છે.
શું એમ લાગે છે કે આમ કરવાથી ‘મા’ ખુશ થશે?
દિલમાં કપટનો નાશ થશે ત્યારે જ ‘મા’ ખુશ થશે.
નારા લગાડવાથી, શોભા કરવાથી ‘મા’ નહિં આવે;
દિલમાં એને પોકારવાથી જ ‘મા’ પ્રકટ થાય છે.
આવું મારું માનવું છે, આવું મારું સોચવું છે;
પછી લોકોના નારા તો ચાલુ જ રહેશે;
પછી લોકોનો આ દંભ તો ચાલુ જ રહેશે.
- ડો. હીરા