મંગલ જીવનનું અમંગલ સરનામું;
આ લોકોની હકીકત છે, આ વૈરાગ્યની બદનસીબી છે.
મિલનનો છે દુષ્કાળ આ જગમાં;
આ માયાનું અસ્તિત્વ છે, આ પ્રભુની તો જુદાઈ છે.
આચરણમાં તો વિકારો ભરપૂર;
આ મનુષ્યની બદનામી છે, આ સાધનાની તો ગુમરાહી છે.
ધ્યાનધર્મના નામ પર લૂંટફાટનું વસિયતનામું;
આ જગત કલ્યાણની ગુલામી છે, આ સાધુસંતની બદનામી છે.
ધર્મની સોચ પર પોતાની સોચ,
આ જગતગુરુઓની બેદરકારી છે, આંધળાપણાની આ શાહી છે.
- ડો. હીરા