અંતિમ સમયની ઈચ્છા સહુ કોઈની અલગ અલગ હોય છે;
કોઈ માગે પ્રભુનો સાથ, તો કોઈ માગે પીડાથી છુટકારાનો શ્વાસ;
કોઈ માગે નવા જન્મમાં સમૃદ્ધિ, તો કોઈ માગે જીવનની તૃપ્તિ;
કોઈ માગે ઇચ્છાઓની શાંતિ, તો કોઈ માગે ધનદૌલતની વૃદ્ધિ;
કોઈ માગે રાગદ્વેષથી મુક્તિ, તો કોઈ માગે બીજાને સજાની યુક્તિ;
કોઈ માગે સગાસંબંધીનો સાથ, તો કોઈ માગે વૈરાગ્યનો પાઠ;
કોઈ માગે દિવ્ય અનુભવનો સ્વાદ, તો કોઈ માગે સ્વાદિષ્ટ ભોજનનો આભાસ;
કોઈ માગે પ્રેમમાં જીત, તો કોઈ માગે જીદ ને પૂર્ણતાની પ્રીત;
કોઈ માગે સફળતાના પ્રાણ, તો કોઈ માગે અસફળતા નિર્જીવમાં પ્રાણ;
કોઈ માગે શક્તિ તો કોઈ માગે ભક્તિ, કોઈક જ તો માગે સાચી મુક્તિ.
- ડો. હીરા