વીત્યાં છે વર્ષો ને વીત્યાં છે જન્મો,
વીતી રહી છે જુવાની, વીતી રહી છે સહુની કહાની;
આંસુમાં છુપાઈ છે દુઃખદર્દની કહાની.
ગુપ્તમાં છે મનની તનહાઈ, શરીરભાનમાં છે તણાઈ;
વિકારો, અહંનાં ઉછળે છે મોજાં, વાગે છે વિચારોના ટોળાં;
રમી રહ્યા છે માયામાં સહુ, ખોવાય છે પોતાનામાં સહુ.
આળસ ત્યજી શકતા નથી, મૌનમાં રહી શકતા નથી;
જીવનમાં ઠોકર મળતી રહે, તોય જાગવા અમે તૈયાર નથી.
કૃપાના પાત્ર બનવું નથી, અમારી ભૂલોને સુધારવી નથી;
નહીં નહીંમાં જીવીએ અમે, પોતાની જાતને છેતરીએ અમે.
- ડો. હીરા