ક્ષણ ક્ષણમાં હું હસું છું, ક્ષણ ક્ષણમાં રમું છું;
ક્યારેક હું જાગું છું, તો ત્યારે જ હું સૂઉં છું;
ક્યારેક હું ધ્યાન કરું છું, તો ત્યારે જ હું ફરિયાદ કરું છું;
ક્યારેક હું રડું છું, તો ત્યારે જ હું તૃપ્ત થાઉં છું;
ક્યારેક હું ખુશીથી ઝૂમું છું તો, ત્યારે જ હું ગમમાં રહું છું;
ક્યારેક હું વિશ્વાસ કરું છું, તો ત્યારે જ હું અવિશ્વાસ કરું છું;
ક્યારેક હું જાગ્રત છું, તો ત્યારે જ હું અંધારા વાદળમાં છું;
ક્યારેક હું સોચમાં છું, તો ત્યારે જ હું સંકોચમાં છું;
ક્યારેક હું અલગ સમજું છું, તો ત્યારે જ અણુ અણુમાં છું;
ક્યારેક હું જીવું છું, તો ત્યારે જ હું મરી ફરી પાછો આવું છું;
ક્યારેક હું અજાણ છું, તો ત્યારે જ હું પૂર્ણ જ્ઞાનમાં છું;
ક્યારેક હું પોતાને ઓળખતો નથી, તો ત્યારે જ સહુમાં પોતાને જોઉં છું.
- ડો. હીરા