વરસો વરસો મેઘરાજા તમે, તમારી કૃપા તમે વરસાવો;
લહેરો આનંદની આપો તમે, તરંગો ખુશીના આપો;
ભૂખ-પ્યાસ મિટાવો અમારી, આ ધરતીને હવે નવડાવો;
શાંત કરો અમારા મનના ઉછાળા, પ્રભુનો અમીરસ વરસાવો;
સૌંદર્ય પ્રકૃતિનું વધારો, પ્રકૃતિને નવો જન્મ આપો;
જલતી જ્વાળા વિચારોની અમારા, શાંત પ્રભુમાં હવે કરાવો;
ઝરમર ઝરમર વરસાદથી અમને તો ભીંજવો, પ્રભુમિલનની પ્યાસ તો બુઝાવો;
આંસુ અમારાં તમે તો લૂછો, નવી ધારા તમે બનાવો;
આશરો પ્રભુનો લેવો છે અમને, ધરતીને સુગંધિત બનાવો;
તડપ અમારી તમે બુઝાવો, પ્રભુના પ્રેમમાં અમને ખિલાવો.
- ડો. હીરા