વિશાળતાની કોઈ સીમા નથી, તારા હૈયાના પ્રેમની કોઈ સીમા નથી
અસીમ જીવોનું ધ્યાન રાખે તું, અગણિત લોકોનું તું કલ્યાણ કરે
લોકોના રાગ-દ્વેશને તું હૈયામાં સમાવે, લોકોને જંજાળમાંથી બહાર કાઢે
અનુભૂતિ તારી તું સતત આપે, છતાં પણ અમારા દિલમાં વિશાળતા ન આવે
સંકોચમાં જીવીએ અમે, સોચ ને સોચમાં મરીએ અમે
તારાં ઊછળતાં મોજાંમાં સમાઈએ અમે, મોક્ષ તરફ પ્રયાણ કરાવે અમને
સમ રહે તું કોઈ પણ પરિસ્થિતિમાં, તારી ગુંજને સાંભળીયે અમે હર સ્થિતિમાં
આવકારે તું અમને પોકારી પોકારીને છતાં મસ્ત રહીએ અમે અમારા અંધકારમાં
દરિયાની લહેરોમાં દર્શન તારાં કરીએ, ઊછળતાં મોજાંમાં તને મહેસૂસ કરીએ
વિશાળતાનો અનુભવ કરીએ અમે, તારામાં એકરૂપ થઈએ અમે
ઓમ નાદનો આભાસ કરીએ અમે, અમારામાં તને જોઈએ અમે
- ડો. હીરા