પરેશાની લીધી છે તમે, બીજાની તમારા ઉપર
કર્મ એમનાં બાળ્યાં છે તમે, તમારા ઉપર લઈને
શીખવાડ્યું છે આ તમે, લોકસેવાની આ રીત
ઝીલવાનું શીખવાડ્યું, એમના દૂર્વ્યવહારને પણ
સોંપ્યું છે તમને બધું મેં પણ, કરાવવું જે હોય કરાવો તમે હર પળ
ન પોતાનો વિચાર છે, બસ સહુને મળે તમારાં દર્શન
આ ભાવ પણ જગાડ્યા છે તમે, ન હતું એ મારી અંદર
પ્રેમ છલકાવ્યો છે તમે આ દિલમાં, સમાશે એમાં હર જીવ પણ
દર્દ લોકોનાં સહન કરીએ છીએ, દુઃખ એમનાં દૂર કરીએ છીએ
લોકોની પીડામાં અમે રડીએ છીએ, લોકોમાં પ્રેમ વરસાવીએ છીએ
આ બધું પણ આપેલું છે તમારું, ભૂલી જઈએ અમે અમારી જાતને તમારી અંદર
- ડો. હીરા