ઓ આદિ શંકરા, નમન કરું છું તમને;
ઓ અદ્વૈતના દાતા, ભક્તિના તો જ્ઞાતા, નમન કરું છું તમને;
શિવના છો પ્યારા, કૃષ્ણના દુલારા, નમન કરું છું તમને;
જગતના કલ્યાણ કરનારા, ઈશ્વરને ભજનારા, નમન કરું છું તમને;
મારા જીવનની દોર બાંધનારા, જીવનને સંભાળનારા, નમન કરું છું તમને;
મોક્ષે પહોંચાડ઼નારા, મોહમાયા ભુલાવનારા, નમન કરું છું તમને;
જીવન જીવતા શીખવનારા, જીવન પર કાબૂ કરનારા, નમન કરું છું તમને;
હરપળ સાચવનારા, સહુનું માર્ગદર્શન કરનારા, નમન કરું છું તમને;
મદદ પર પ્રથમ ચાલનારા, દુઃખદર્દને દૂર કરનારા, નમન કરું છું તમને;
શિવના છો દુલારા, શિવાંશ છો પોતે કબૂલ કરનારા, નમન કરું છું તમને;
નમન મારા સ્વીકારજો, દિલમાં અમને ઉતારજો, સાથે લઈ જાજો, નમન કરું છું તમને.
- ડો. હીરા