મનગમતાં ભોજન ગમે આપણને, સ્વાદિષ્ટ વાનગી ગમે આપણને
રસ્તો મુલાયમ ગમે આપણને, જીવન સહેલું ગમે આપણને
પ્રભુ આવે આપણી પાસે ગમે આપણને, પ્રભુ પ્રેમ કરે તે ગમે આપણને
પણ પ્રભુ જે કહે એ કરવું ન ગમે આપણને, સુખસુવિધા છોડવી ન ગમે આપણને
આપણા પ્રમાણે ચાલે સહુ એ ગમે આપણને, પ્રભુ પ્રમાણે ચાલવું ન ગમે આપણને
સહેલાઈથી મળે બધું એ ગમે આપણને, પ્રયત્ન કરવા ન ગમે આપણને
પોતાનાં વખાણ ગમે આપણને, અહં પર વાર ન ગમે આપણને
વિકારો આપણા છૂટે ગમે આપણને, વિકારો પર વાર ન ગમે આપણને
પ્રભુને પામવું ગમે આપણને, પ્રભુને પામવાની રાહ ન ગમે આપણને
એક થાળી પર મળે, એ ગમે આપણને, ખુશામત પણ ગમે આપણને
દુઃખી ન રહેવું ગમે આપણને, પણ કર્મ સુધારવાનું ન ગમે આપણને
ઉલ્લુ બનાવીએ આપણે જ આપણને, ખોટા માર્ગ પર ચલાવીએ આપણે આપણને
પ્રભુ પામવા પ્રયત્ન માગશે, અહં અને વિકારો પર વાર પણ માગશે
હર પળનો ઉપયોગ માગશે, હર વાતનો વિચાર માગશે
પછી મનગમતી બધી વસ્તુ મળશે, પછી મનગમતું કાંઈ રહેશે પણ નહીં
આપણને ઉઠાવશે પસંદ અને નાપસંદથી ઉપર, આપણને લઈ જશે આ ખોટા વિચારોથી ઉપર
મુક્ત કરાવશે આપણને આપણી જાતથી, પ્રભુનું મિલન કરાવશે આપણી જાતથી
ઊઠો ખોટા ભ્રમથી, પ્રભુ પામવા હશે તો કરો કાર્ય મહેનતથી
કાઢો સંકોચ અને આળસ, પછી મળશો તમે બ્રહ્માંડથી
- ડો. હીરા