વિચારોની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં લઈ જાય
ઈચ્છાઓની શક્તિ એવી હોય છે કે કેવા કેવા નાચ નચાવી જાય
ક્રોધની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં પરિસ્થિતી બદલાય
વાસનાની શક્તિ એવી હોય છે કે કેવી કેવી રીતે ડુબાડી જાય
પ્રેમની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાં આઝાદ કરી જાય
મોહની શક્તિ એવી હોય છે કે કેવા કેવાને વળગાડી જાય
અહંકારની શક્તિ એવી હોય છે કે ભલભલાને બગાડી જાય
વિશ્વાસની શક્તિ એવી હોય છે કે કેવા કેવા ચમત્કાર કરી જાય
અંતરમનની શક્તિ એવી હોય છે કે ક્યાંથી ક્યાંની ઓળખાણ આપી જાય
આ ખેલ તો બધા શક્તિના જ છે, જેવો ઉપયોગ કરો, એવું એ તમને આપી જાય
- ડો. હીરા