પ્રભુ, તારી લીલા છે અપરંપાર
ન કોઈ સમજી શકે ન કોઈ જાણી શકે
તારી રચનાના સ્વાદ છે ભિન્ન પ્રકારના
ન કોઈ એમાં તને જોઈ શકે, ન તને એમાં પારખી શકે
પ્રભુ, તારો પ્રેમ છે બહુ અપાર
ન કોઈ એનાથી વંચિત રહી શકે, ન કોઈ એ ભૂલી શકે
પ્રભુ, તારી કૃપા છે ખૂબ અપાર
ન કોઈ એનો વિચાર કરી શકે, ન કોઈ એના વગર રહી શકે
- ડો. હીરા