સમર્પણ કરતા કરતા, અટકી જવાય છે
પ્રેમભાવમાં તણાતા તણાતા, થંભી જવાય છે
ઓ પ્રભુ, તારી પાસે આવતા આવતા રોકાઈ જવાય છે
પોતાની જાતને ભુલવાથી ડરી જવાય છે
ખાલી તારા વિચારોમાં ખોવાતા ખોવાતા, અટકી જવાય છે
આવી મારી અવસ્થા, મારી જાતમાં જ ફસાઈ જવાય છે
તારામાં એક થવામાં, અહંકાર વચ્ચે આવી જાય છે
ચકડ઼ોળની જેમ મારી અવસ્થા થઈ જાય છે
ઓ પ્રભુ, આમાંથી તું જ બહાર કાઢી શકે છે
આ પ્રાર્થના છે મારી તને, મારાથી મુજને તું જ બચાવી શકે છે
તારામાં એક, તું જ મને કરી શકે છે, મારા ‘હું’ ની હસ્તી, તું જ મિટાવી શકે છે
- ડો. હીરા