મોકાની તલાશમાં રહીયે છીએ પ્રભુ, કે ક્યારે તું મળે
પ્રેમની પોકાર કરીએ છીએ પ્રભુ, કે ક્યારે તું મળે
પણ તારી હાજરી સતત છે, એ માનવા અમે તેયાર નથી
તારી સર્વવ્યાપક હસ્તિને સ્વીકારવા અમે તેયાર નથી
ચૈન ગુમાવીને સાધના કરીએ છીએ પ્રભુ, કે ક્યારે તું મળે
હોશ ખોઈને તપ કરીએ છીએ પ્રભુ, કે ક્યારે તું મળે
પણ પોતાની જાતને ભૂલવા, અમે તૈયાર નથી
તારી સંગ પ્રીત લગાવવા, અમે તૈયાર નથી
તારી હાજરી સતત ચાહીએ છીએ પ્રભુ, કે કાર્ય બધા તું કરે
તારા ચમત્કાર પાછળ દોડ઼ીએ છીએ પ્રભુ, કે સુખ ચૈનથી જીવીએ
પણ તને પોતાનો માનવા તૈયાર નથી અમે
તારી સાથે મેળાપ કરવા તૈયાર નથી અમે
- ડો. હીરા