વિચારોની ધારા એવી બદલાય છે, કે સમજણ ન પડે શું થાય છે;
અગણિત વાયરાના ખેલ થાય છે, કે ભૂલો ક્યાં પડે, એ ના કહેવાય છે;
નુકસાન-ફાયદામાં જીવ લલચાય છે, કે પ્રભુની વાણી તો ભુલાય છે;
આખરે શું કરે આ માનવી, એ એની જ કશ્મકશમાં અટવાય છે.
સાચું-ખોટું ના સમજાય છે, વિશ્વાસમાં તો પગ ભરતાં ગભરાય છે;
આગળ શું છે એ ખબર નથી, આજની ન એને પહેચાન થાય;
સીમિત રહીને એ ચૂકી જાય છે, અંતરના અવાજને પણ એ ભૂલી જાય છે;
શાને આવું થાય છે, શાને આવું થાય છે? એ જ એને પ્રેમમાં ના સમજાય છે.
- ડો. હીરા